અહીં જણાવેલ નિયમો અને શરતો (જેને "નિયમો અને શરતો" તરીકે ઓળખવામાં આવે છે) "GPR પ્રીપેડ કાર્ડ" નો ઉપયોગ કરવા માટે લાગુ પડે છે, અને તેનો ઉપયોગ કરતા પહેલાં તેની સાથે સંમત થવા અને સ્વીકારવા જરૂરી છે. નીચે જણાવેલ નિયમો અને શરતો, "GPR પ્રીપેડ કાર્ડ" ના વિશે તમારા અને YES બેન્ક વચ્ચેના સંપૂર્ણ કરાર અને/અથવા વ્યવસ્થાની રચના કરે છે, જેને સમયાંતરે YES બૅન્ક લિમિટેડની સંપૂર્ણ વિવેકબુદ્ધિ અને સત્તા સાથે સંશોધિત કરી શકાય છે.
"GPR પ્રીપેડ કાર્ડ"નો ઉપયોગ કરવા માટેની સાઇન-અપ પ્રક્રિયા પૂર્ણ કરીને, તમે અહીં ઉલ્લેખિત દરેક નિયમો અને શરતોને સ્પષ્ટપણે વાંચ્યા છે, સમજી લીધા છે અને સ્વીકાર્યા છે એવું માનવામાં આવે છે. તમે અહીં ઉલ્લેખિત તમામ નિયમો અને શરતોથી બાધ્ય થવા સહમત છો, અને તેને સમયાંતરે YES બૅન્ક લિમિટેડની સંપૂર્ણ વિવેકબુદ્ધિ અને સત્તા સાથે સંશોધિત કરી શકાય છે.
નીચે જણાવેલી YES બેન્ક દ્વારા આપવામાં આવનારી કોઈ પણ નોટિસ, નોટિસની તારીખથી અથવા મોકલવામાં આવેલ ઇમેઇલની તારીખથી સાત (7) દિવસની અંદર ગ્રાહક દ્વારા પ્રાપ્ત થયેલી છે એવું માનવામાં આવે છે આ નોટીસ YES બેન્ક દ્વારા રજીસ્ટર મેઈલીંગ એડ્રેસ પર અથવા પ્રદાન કરવામાં આવેલ ઇમેઇલ પર અથવા YES બેન્ક પાસે ઉપલબ્ધ ઈમેઈલ પર મોકલવામાં આવે છે.
નીચે જણાવેલી ગ્રાહક દ્વારા આપવામાં આવનારી કોઈ પણ નોટિસ પ્રાપ્ત થઇ છે એવું ત્યારે જ માનવામાં આવશે જયારે આ નોટીસ YES બેન્કની કોર્પોરેટ ઓફિસના સરનામાં 22 મો માળ, ઇન્ડિયાબુલ્સ ફાઇનાન્સિયલ સેન્ટર, સેનાપતિ બાપત માર્ગ, એલિફિન્સ્ટન (W) મુંબઈ – 400013 ખાતે આ નોટિસ પ્રાપ્ત થઇ છે એવી સ્વીકૃતિ આપ્યા પછી જ ગણવામાં આવશે.
નીચે જણાવેલી ગ્રાહક પાસેથી કોઈ નોટિસ અથવા સંદેશાવ્યવહાર માટે YES બેન્ક પર બંધનકર્તા રહેશે નહીં સિવાય કે તે લેખિતમાં હોય અને તે YES બેન્કને બજાવવામાં આવી છે અને તે સ્વીકારવામાં આવી છે અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે, અથવા સ્વીકૃતિ પત્ર આપવામાં આવ્યું છે.
GPR પ્રીપેડ કાર્ડની સુરક્ષા કરવી એ ગ્રાહકની પોતાની જવાબદારી છે અને માટે તેણે એ સુનિશ્ચિત કરવા તમામ પગલા લેવા જોઈએ કે GPR પ્રીપેડ કાર્ડનો દુરુપયોગ કરવામાં આવતો નથી. GPR પ્રીપેડ કાર્ડ ખોવાઈ જવાના,ચોરી થવાના અથવા નાશ થાના કોઈપણ કિસ્સામાં ઉપરોક્ત પગલાં લેવા માટે ગ્રાહકે ઉપેક્ષા કરી છે અથવા તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે એવું કંઈપણ YES બેન્ક નક્કી કરે છે અથવા એવી માહિતી પ્રાપ્ત કરે છે, તો YES બૅન્ક આવા GPR પ્રીપેડ કાર્ડ રદ્દ કરવા અથવા બંધ કરવાનો અધિકાર અનામત રાખે છે.
1. પૂરો પાડવામાં આવેલ કોઈપણ માલ કે સેવાઓમાં આવેલી કોઈપણ ખામી
2. ગુણવત્તા, મૂલ્યની વોરંટી, ડિલિવરીમાં વિલંબ, ડિલિવરી ના થવી, કોઈપણ ચીજવસ્તુ અથવા સેવાઓ ન મળવા અંગેના કોઈપણ વિવાદ;
3. કોઈપણ વ્યક્તિ દ્વારા GPR પ્રીપેડ કાર્ડ સ્વીકારવાનો ઇનકાર
4. ગમે તે કારણોસર GPR પ્રીપેડ કાર્ડની યોગ્ય કામગીરી ન થવી, અથવા કોઈપણ કારણસર ATM પર તે કાર્યરત ન થાય
5. કોઈપણ કમ્પ્યુટર ટર્મિનલનું ખરાબ થઇ જવુ
6. કોઈપણ ફોર્સ મેજુર ઘટનાઓ
7. GPR પ્રીપેડ કાર્ડને કોઈ પણ તૃતીય પક્ષમાં ટ્રાન્સફર કરવું.
8. ગ્રાહક દ્વારા GPR પ્રીપેડ કાર્ડની સમાપ્તિ કરવી
9. YES બેન્ક દ્વારા GPR પ્રીપેડ કાર્ડના પુનઃ કબજો લેવાના કારણે થતા ગ્રાહકને નુકસાન.
10. ગ્રાહક પાસેથી આ સંદર્ભમાં સૂચનાઓ મળ્યા પછી GPR પ્રીપેડ કાર્ડ માટે ફાળવવામાં આવેલી રકમમાં કોઈપણ તફાવત.
11. ગ્રાહકની વિનંતી પર GPR પ્રીપેડ કાર્ડ પર કરવામાં આવેલ કોઈપણ રિવર્સલ.
YES બેન્ક, આ નિયમો અને શરતો, અને GPR પ્રીપેડ કાર્ડ પર આપવામાં આવે છે તેવી સુવિધાઓ અને લાભો, જેમાં વ્યાજની વસૂલાત અથવા દર અને ગણતરીની પદ્ધતિઓનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી તે બધામાં ફેરફાર કરવાની અબાધિત સત્તા અનામત રાખે છે.
Type of charges | Charges –Amount* |
Card issuance Fees | INR 150 |
Replacement Fees | INR 150 |
Balance enquiry charges | 0 |
*GST will applied additional on above mentioned charges.
જો કે આમાં સમાવિષ્ટ ન હોય તેવા GPR પ્રીપેડ કાર્ડ દ્વારા કરવામાં આવેલ કોઈપણ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડતા કાયદા હેઠળ આવશ્યક સ્રોત પર કપાતપાત્ર કર કપાતો જે YES બેન્ક દ્વારા કરવામાં આવે છે તેને અટકાવી શકાશે નહી.